બહુચરાજીમાં કે.આર. કંપનીમાં પગાર વધારો માગતાં ૫૧ કામદારોની છુટ્ટી

બહુચરાજી નજીક સાપાવાડા ગામે આવેલી કાર ઈન્સ્ટ્રુમેન્ટ બનાવતી કે.આર. સ્ટેમ્પિંગ નામની કંપનીમાં બબ્બે વર્ષથી નોકરી કરતા કામદારોએ પગાર વધારો માંગતા ૫૧ કામદારોને છૂટા કરી રાતોરાત બીજા કામદારોની ભરતી કરી દેવાતાં કામદારોએ કંપની સામે હોબાળો મચાવ્યો હતો. તેમજ કામદારોના આર્થિક શોષણ મામલે બહુચરાજી મામલતદાર અને કલેકટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. તો બીજી બાજુ કામદારોને ધારાધોરણ મુજબ પગાર ચૂકવાતો હોવાનું કંપનીના ડાયરેકટરે જણાવ્યું હતુ.
કામદારોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,ગુરુવારે નોકરીએ જતા કામદારોને કંપનીમાં પ્રવેશ અપાયો ન હતો. ૫૧ કામદારોને છૂટા કરી નવી ભરતી કરી દેવાઇ છે.પોતાની રોજગારી છીનવાઈ જતા ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.