પ્રથમ ચરણમાં ઉમેદવારી પત્રો ભરવા રાફડો ફાટયો

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. પ્રથમ તબક્કા માટે ૧૧ એપ્રિલે કુલ ૯૧ બેઠકો કનિદૈ લાકિઅ માટે મતદાન થવાનુ છે. ૨૦ રાજ્યોમાં પ્રથમ ચરણનુ મતદાન થશે. આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અનેક દિગ્ગજોએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી છે. કનિદૈ લાકિઅ જેમાં મહારાષ્ટ્રના અકિલા નાગપુરથી નિતીન ગડકરી, બીડથી પ્રિતમ મુંડે, યુપીના ફતેપુર સિકરીથી રાજ બબ્બર, મથુરાથી હેમા માલીની, ગાઝીયાબાદથી જનરલ કનિદૈ લાકિઅ વી.કે. સિંઘ, આઝમગઢની અખિલેષ યાદવ, કર્ણાટકના તુમકુરથી દેવગૌડા, શ્રીનગરથી અકીલા ફારૂખ અબ્દુલ્લા, બિહારના જમુઈથી ચિરાગ પાસવાન, ગયાથી જીતનરામ કનિદૈ લાકિઅ માન્જી વગેરેનો સમાવેશ થાય છે. આજે સવારથી જ ૨૦ રાજ્યોમાં ઉમેદવારી પત્રો ભરવાના સ્થળે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. કોઈ સરઘસ સાથે તો કનિદૈ લાકિઅ કોઈ ઢોલ-નગારા સાથે તો કોઈ શકિત પ્રદર્શન કરીને પોતપોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી સરકારી કર્મચારીઓ કનિદૈ લાકિઅ ઉંધેમાથે થઈ ગયા હતા. ઉમેદવારી પત્રોની ચકાસણી કાલે થશે અને ઉમેદવારી ૨૮ માર્ચે પાછી ખેંચી શકાશે. પ્રથમ ચરણમાં યુપી, મહારાષ્ટ્ર, પ.બંગાળ, કનિદૈ લાકિઅ બિહાર, આંધ્ર, તેલંગણા, ઓડીસા, જમ્મુ કાશ્મીર, ઉતરાખંડ, ત્રિપુરા, મણીપુર, મેઘાલય, સિક્કીમ, આંદામાન અને નિકોબાર, છત્તીસગઢ, નાગાલેન્ડ, કનિદૈ લાકિઅ મિઝોરમ, લક્ષદ્વીપ, આસામ અને અરૂણાચલમાં મતદાન થવાનું છે. આજે ઉમેદવારી પત્ર નોંધાયા બાદ આવતીકાલથી આ બેઠકો માટેના ઉમેદવારો જોરશોરથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.