ઢીમામાં પૂનમે ભાવિકોનો ભારે ઘસારોઃ દાદાનો જયજયકાર

ઢીમાં : બનાસકાંઠાના મીની અંબાજી થી ઓળખાતા યાત્રાધામ ઢીમામાં પૂનમે મેળાનો છેલ્લો દિવસ હોવાથી યાત્રાળુઓનુ ઘોડાપુર ઉમટી પડ્‌યું હતું તેથી મંદિર પરિસર ધરણીધર દાદાના જયજયકારથી ગુંજી ઉઠ્‌યું હતું.
વાવ તાલુકા યાત્રાધામ ઢીમા માં ભાદરવા મહિનાનો અનેરો મહિમા હોવાથી   દૂર દુરથી ભાવિકો પદયાત્રા અને વાહનો દ્વારા ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝૂકાવવા  લાખોની સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા  જાહેર રસ્તાઓ ઉપર સેવાભાવી લોકો દ્વારા આવનારા યાત્રાળુઓની સેવા માં લગાતાર રાત દિવસ ખડેપગે રહી મેળાના અંતિમ દિવસે આવનારા યાત્રાળુઓની સેવા કરવામાં આવી હતી સાથે જ થરાદ એસટી વિભાગ દ્વારા પણ આવનાર યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરીને યાત્રાળુઓને પૂરતા પ્રમાણમાં સવલતો આપવામાં આવી હતી તેમજ ઢીમા ધરણીધર ભગવાન ટ્રસ્ટ તેમજ ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ અને રામાસરા ટ્રસ્ટ અન્નક્ષેત્ર દ્વારા પણ  યાત્રાળુઓની પૂરતા પ્રમાણમાં દેખભાળ કરવામાં આવી હતી લગાતાર અગિયારસથી પૂનમ સુધી મેળા દરમિયાન યાત્રાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટે વાવ પોલીસ સ્ટાફ તેમજ સિક્યુરીટી સ્ટાફ દ્વારા વાવ પીએસઆઇ જી. કે. જાડેજાની સૂચનાથી તમામ જગ્યાઓ ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખીને આવનાર યાત્રાળુઓ ને કોઈપણ જાતની ધરણીધર ભગવાનના દર્શન કરવામાં તકલીફ ના પડે તેના માટે રાત દિવસ ખડેપગે રહીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. તેથી યાત્રાળુઓએ હાશકારો અનુભવી સેવાને બિરદાવી હતી. વહેલી સવારથી જ યાત્રાળુઓનો ઘસારો મોડી સાંજ સુધી જળવાઈ રહ્યો હતો.તેથી મંદિર પરિસર ભાવિકોથી ઉભરાઈ ઉઠ્‌યું હતું.શાનદાર આયોજન થકી મેળો શાંતિપૂર્ણ માહોલમાં સુખરૂપ સંપન્ન થયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.