02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ઈકબાલગઢના ગંગાસાગર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત

ઈકબાલગઢના ગંગાસાગર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત   16/11/2019

અમીરગઢ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે.ઈકબાલગઢના ગંગાસાગરના પાટિયા નજીક હાઇવે પર પસાર થતા એક મજુર યુવકને ફોરચુનર ગાડીના ચાલકે અડફેટે લઇ મોત નિપજાવ્યું હતું.મૂળ પાટણના અને અમીરગઢના જેથીમાં મજૂરી કામ કરતા મુકેશભાઈ દેવચંદભાઈ માજીરાનાને કાર ચાલકે અડફેટે લઇ રોડ પર ઉછળતા તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જી ફરાર થયેલ કારના ચાલકને પાલનપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.જેમાં અકસ્માત થતા કારની નંબર પ્લેટ રોડ પર તૂટી પડી હતી. જેના આધારે કરી કાર ચાલકની અટકાયત કરી હતી.અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે આવી મૃતકની લાશને અમીરગઢ સીએચસીમાં પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags :