02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / દિયોદર હાઇવે વિસ્તારમાં ફાયરિંગ એક ઘાયલ

દિયોદર હાઇવે વિસ્તારમાં ફાયરિંગ એક ઘાયલ   15/11/2019

દિયોદર હાઇવે વિસ્તાર ઉપર આજરોજ એક વ્યક્તિ દ્વારા અંગત ઝગડા માં એકા એક ફાયરિંગ ની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામી છે જેમાં અંગત ઝગડા ના કારણે ફાયરિંગ થયું હોવાનું બહાર આવ્યું છે 
 
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર હાઇવે વિસ્તાર ઉપર આજે સાંજે એકા એક હાઇવે વિસ્તાર ઉપર અંગત ઝગડા માં એક વ્યક્તિ દ્વારા એકા એક ફાયરિંગ કરતા એક વ્યક્તિ ને ઈજા પોહચી હતી અને પગ માં ગોળી વાગતા  જે ને   તત્કાલિત સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો  જ્યાંથી પાટણ રીફર કરવા માં આવેલ છે જે મામલે દિયોદર પોલીસ મથક ખાતે લોકો ના ટોળા ઉમટી પડ્‌યા હતા પરંતુ  આ લખાય છે ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ બાબતે દિયોદર પી એસ આઈ સાથે વાત કરતા જણાવેલ કે આ બનાવ ના પગલે અમો ઘટના સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી છે જેમાં હજુ કોઈ ફરિયાદી નો કોન્ટેક થયો નથી અમો તપાસ કરીએ છે એ જે બાબતે આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો કે આ બનાવ ના પગલે દિયોદર માં ભારે ચકચાર મચી જવા પામી છે

Tags :