રાધનપુર કોલેજમાં ગુણવત્તા મુલ્યાંકન માટે નેક પીયર ટીમ મુલાકાતે આવશે

રાધનપુર  : “હિંમત વિદ્યાનગર” Âસ્થત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ્ર, રાધનપુર સંચાલિત ત્રિકમમજીભાઈ ચતવાણી આર્ટસ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુરમાં આગામી તા.૯ અને ૧૦ જુલાઈ-ર૦૧૯ ના રોજ માનવ સંશોધન મંત્રાલય દ્વારા સ્થાપિત યુ.જી.સી.પ્રેરિત રાષ્ટ્રીય મુલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ (એનએએસી) બેંગલોરથી આવનાર છે. આ કમિટીના ચેરપર્સન ડો.નેહરૂ ઉમરાની (પુના), મેમ્બર  કો.ઓર્ડિનેર તરીકે ડો.બાદર આલમ ઈકબાલ (અલીગઢ) અને મેમ્બર ડો. અનુપકુમાર (પંજાબ) તા.૯ અને ૧૦ જુલાઈના રોજ કોલેજની મુલાકાત લઈ કોલેજની કામગીરી જેવી કે અધ્યયન અને અધ્યાપન પધ્ધતિ, રીસર્ચ, કોલેજની સુવિધા, ટીચીંગ મેથોડોલોજી,  ભૂ.પૂ.વિદ્યાર્થી મંડળ, ટ્રસ્ટી મંડળ, કોલેજની સામાજીક સેવાઓ અને વિદ્યાર્થીઓ પુરી પાડવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવશે 
અને મુલ્યાંકન કરશે અને ગ્રેડ આપશે. આ કોલેજમાં દર પાંચ વર્ષના ગાળામાં ત્રીજી વાર મુલ્યાંકન થઈ રહ્યું છે. આ માટે ટ્રસ્ટના પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણી, કોલેજના પ્રિ.ડો. સી. એમ. ઠક્કર,  મેને.ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર, ઓન.સેક્રેટરી ડો. નવિનભાઈ, કોષાધ્યક્ષ ધીરૂભાઈ ઠક્કર, નેક કો. ઓર્ડિનેટર ડો.રેજી.જ્યોર્જ, ડો. ચીરાગભાઈ રાવલ અને તમામ સ્ટાફ તૈયારી કરી રહેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.