ભુજમાં ટ્રક, રીક્ષા અને બાઈકનો ગોઝારો ત્રિપલ અકસ્માત, 10ના મોત

માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 5થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. માતાના મઢ તરફ જતાં ટ્રકની સામે આવતી રીક્ષા અને બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા પડીકું વળી ગઈ હતી અને આડી પડી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક નાસી છૂટ્યો હતો.
 
અકસ્માતને પગલે વાહનોની લાઈનો લાગી હતી. ઘટનાની જાણ થતાં માનકુવાના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહનચાલકો ધીમી ગતિએ વાહન આગળ વધારવું પડ્યું હતું.
 
અકસ્માતને પગલે રીક્ષા અને બાઈક પર સવાર 10 લોકોના મોત નિપજ્યા હતા. જેને પગલે મૃતકોની બંને વાહનો પાસે લાશો અને ઈજાગ્રસ્તો પડ્યા હતા. લોકોએ રીક્ષામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.