દિલ્હી : સ્કૂલ બેગ બનાવવાની ફેક્ટ્રીમાં આગ; ૪૩ના મોત, ૫૦ લોકોને બચાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ રાણી ઝાંસી રોડ વિસ્તારમાં અનાજ માર્કેટમાં આવેલી એક ફેકટ્રીમાં રવિવારે સવારે આગ લાગી. આ ઘટનામાં ૩૫ લોકોના મોત થયા છે. દિલ્હીના ફાઈર વિભાગના મુખ્ય અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોને નીકાળવામાં આવ્યા છે. ડેપ્યુટી ફાયર ચીફ અધિકારી સુનીલ ચૌધરીએ જણાવ્યું કે આગ ૬૦૦ સ્ક્વેર ફુટ પ્લાન્ટમાં લાગી છે. અહીં એક ફેક્ટ્રી છે. જ્યાં સ્કૂલ બેગ્સ, બોટલ અને અન્ય મટિરિયલ રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું- તમામ સબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તાત્કાલિક જરૂરી પગલા ઉઠાવે. ફાયર વિભાગના જણાવ્યું મુજબ, આગ આજે સવારે ૫.૨૨ વાગે લાગી હતી. ૩૦ ફાઈર ફાઈટર્સ આગને ઓલવવા માટે હાલ ઘટના સ્થળે છે. લોકનાયક હોસ્પિટલના મેડિકલ સુપરિડેન્ટન્ટ ડોક્ટર કિશોર કુમારે કહ્યું કે અત્યાર સુધીમાં અમને ૧૪ શબ મળી ચુક્યા છે, ડોક્ટરોની ટીમ સતત ઈજાગ્રસ્તોની દેખરેખ કરી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.