ધાનેરામાં ગુમ થયેલા બાળકને લઇ ધારાસભ્ય મેદાને, મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો એક બાળક આજથી બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. જે આજદીન સુધી પરત મળી નહિ આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરાવવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુમ થનાર પરિવારનો એકનો એક પુત્ર હોવાથી તેમના માટે આઘાતજનક હોવાથી સરકાર દ્રારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કે સ્પેશ્યલ ટીમો બનાવી બાળકની સત્વરે ભાળ મળે તેવા પ્રયાસો કરવા કહ્યુ છે.
 
ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો બાળક ચૌધરી વિક્રમભાઇ શંકરભાઇ આજથી બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. જેને લઇ હવે ધાનેરા ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી બાળકને શોધવા મદદ કરવા રજૂઆત કરી છે. પાટણ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૯-૧૦-ર૦૧૯ના રોજ વિક્રમ ગુમ થયો હોવાની ફરીયાદ નોંધાયેલ છે. જેને લઇ તાત્કાલિક અસરથી તેને આધુનિક ટેક્નોલોજીનો શક્ય હોય તેટલો ઉપયોગ કરી શોધવા રજૂઆત કરવામાં આવી છે.
 
ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકરભાઇ ચૌધરી અભ્યાસ માટે પાટણ આવ્યો હતો. અભ્યાસ માટે હબ ગણાતા પાટણમાં ઠેક-ઠેકાણે સીસીટીવી કેમેરા લાગેલા છે. આ બાળકને ગુમ થયાને બે મહિનાથી વધુ સમય થયો હોવાથી પોલીસ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેને શોધી કાઢે તેવી ધારાસભ્ય અને પરિવાર સહિત ગ્રામજનોની લાગણી હોવાનું સામે આવ્યુ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.