રજાઓ ગાળવા ગાંધી પરિવારે ‘વિરાટ’ નો દુરૂપયોગ કર્યો : મોદી

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં હાઈપ્રોફાઈલ અને હાઈવોલ્ટેજ રેલી યોજી હતી. જેમાં મોદીએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીની જારદાર ઝાટકણી કાઢી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીને સામાન્ય વ્યÂક્તના અપમાન તરીકે ગણાવીને પાર્ટી પર આક્ષેપ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે નાકામપંથીઓના કારણે એક પછી એક સમસ્યા ઉભી થઈ હતી. આ નાકામપંથીઓએ પોતાની નિષ્ફળથાને છુપાવવા માટે બીજા ઉપર દોષનો ટોપલો નાખવાના સતત પ્રયાસો કર્યા હતા. નાકામપંથી લોકોએ નવા દાખલા બેસાડવાના નામે લોકો સાથે વ્યાપક છેતરપિંડી કરી હતી. મોદીએ એએપી ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશના લોકોએ ચાર રાજકીય સંસ્કૃતિને નિહાળી છે. જેમાં નામપંથી, વામપંથી, દામ ઔર દમનપંથી તથા વિકાસપંથીનો સમાવેશ થાય છે. પરંતુ દિલ્હીમાં લોએ નવા મોડલ નાકામપંથીને પણ નિહાળી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીના વિકાસ સાથે સંબંધિત કામોને પણ ફગાવી દેનાર નાકામપંથીની સંસ્કૃતિને લોકો જાઈ રહ્યા છે. જ્યારે પણ કામ કરવાના પ્રયાસ કરતા હતા ત્યારે નિષ્ફળ રહે છે. દિલ્હીમાં આ નાકામપંથીએ ચારેબાજુ અંધાધુંધી ફેલાવી દીધી છે. સાથે સાથે ભારતના લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે એએપીના લોકોએ ટુકટે ટુકડે ગેંગને પણ સમર્થન આપ્યું છે. એએપી પરિવર્તનના ઈરાદા સાથે આવી હતી પરંતુ આ પાર્ટીના લોકો જ્યારે સત્તા મળી ત્યારે પોતે જ બદલાઈ ગયા છે. 
એએપીએ યુવાનોની ભાવનાઓને પણ મોટો ફટકો આપ્યો છે. એએપીએ ખાલિસ્તાનના સમર્થકો અને પંજાબના વિરોધીઓને પણ તાકાત આપવાનું પાપ કર્યું છે. આ લોકોને વિદેશ જઈને રાષ્ટ્ર વિરોધી તાકાતોનો સંપર્ક કરવામાં પણ કોઈ શરમ નડી નથી. મોદીએ એએપીએ ઉપર જ એક પછી એક પ્રહારો કર્યા હતા. બીજી બાજુ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને અન્ય રાજ્યોથી પ્રવેશ કરતા હજારો ટ્રકના કારણે પહેલા સમસ્યા રહેતી હતી પરંતુ હવે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન રસ્તાઓના લીધે દિલ્હીમાં પ્રવેશ કર્યા વગર ટ્રકો સીધી         બહાર નીકળે છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.