રૂપપુરા પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકે પારિતોષિકની રકમ બાળકોના વિકાસ માટે દાન આપી દીધી

  મહેસાણા : મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના રૂપપુરા પ્રા.શાળાના શિક્ષક રાકેશભાઈ લેઉવાને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ગત શિક્ષકદિને  મુખ્યમંત્રીના હસ્તે એનાયત  હતો,એવોર્ડ ઉપરાંત રૂ.૫૦૦૦ રોકડ પારિતોષિક પેટે પણ મળ્યા હતા,જેમણે  પારિતોષિક પેટે મળેલ રકમ રૂ. ૫૦૦૦ શાળાના બાળકોના વિકાસ અર્થે શાળાને દાન આપી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. એસએમસી રૂપપુરા આયોજીત સન્માન સમારંભમાં પગાર કેન્દ્રના આચાર્યશ્રીઓ , શિક્ષક મિત્રો, એસએમસી અધ્યક્ષ અને રૂપપુરા શાળા પરિવાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક રાકેશભાઈ લેઉવાનું સન્માન કરવામાં આવ્યું હતું, શ્રેષ્ઠ શિક્ષકે  હર્ષની લાગણી સાથે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.