સોમવારે પાંચમા તબક્કાનું મતદાન ઃ પ્રચારનો અંત

નવી દિલ્હી લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પાંચમા તબક્કાની ચુંટણી માટે પ્રચારનો અંત આવ્યો હતો. આની સાથે જ મતદાનનો તખ્તો હવે તૈયાર થઈ ગયો છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આજે પ્રચારનો અંત આવ્યા બાદ હવે ઘેર ઘેર જઈને પ્રચાર કરાશે. સોમવારના દિવસે મતદાન થશે. પ્રથમ ચાર તબક્કામાં ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે પાંચમા તબક્કામાં છ મેના દિવસે મતદાન થનાર છે. પાંચમા તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ભાગ્ય અજમાવવા જઇ રહ્યા છે.  મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો  પૈકી ૧૮૪ ઉમેદવારો કરોડોની સંપત્તિના માલિક છે. આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ૨.૫૬ કરોડ રૂપિયા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રહેલી છે. પાંચમા તબક્કાની ચૂંટણીમાં  મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૫૦ ઉમેદવારો રાષ્ટ્રીય પાર્ટીઓના છે. આવી જ રીતે ૩૧ ઉમેદવારો રાજ્ય સ્તરીય પક્ષોના રહેલા છે.  ૨૪૦ ઉમદવારો નોંધાયેલા બિન માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના  છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો ૪૦ ટકા ઉમેદવારો ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કરેલા છે. બાવન  ટકા ઉમેદવારો સ્નાતક સુધી અભ્યાસ કરી ચુક્યા છે. ૪૩ ટકા ઉમેદવારો તો માત્ર સાક્ષર રહેલા છે.આવી જ રીતે પાંચમા તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૨૬ ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે. ૯૫ ઉમેદવારો પર ગંભીર અપરાધિક કેસ રહેલા છે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪ સીટો ઉપર છઠ્ઠી મેના દિવસે મતદાન થનાર છે. જેથી તમામની નજર ઉત્તરપ્રદેશ પર કેન્દ્રિત થઇ ગઇ છે.  આમાથી ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીને છોડી દેવામાં આવે તો ભાજપે ૧૨ સીટો જીતી હતી. આ તબક્કામાં કોંગ્રેસને આ વખતે પણ બે સીટો જાળવી રાખવા માટેની આશા દેખાઈ રહી છે.આ તબક્કામાં ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પાંચમાં તબક્કામાં અનેક મોટા માથાઓ ભાગ્ય અજમાવી રહ્યા છે. સાત રાજ્યોને આવરી લેતી સીટ પર મતદાનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે મેદાનમાં ૭૯ મહિલાઓ છે. પાંચમાં તબક્કામાં મતદાનને લઇને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે ત્યારે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટના આધાર પર તેમની સંપત્તિમાં ચકાસણી કરવામાં આવી રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.