ડીસામાં ઘરમાં ઘુસી યુવક પર જીવલેણ હુમલો

બનાસકાંઠાના ડીસા શહેરમાં એક યુવક ઉપર જીવલેણ હુમલો કરાતાં ચકચાર મચી છે. ડીસા શહેરમાં  રાજીવ આવાસ યોજનાના મકાનમાં રહેતાં કિશનભાઈ  કુશાલભાઈ નાઈ પોતાના ઘેર સુતા હતા ત્યારે અચાનક  સાત શખ્સોએ દરવાજો ખખડાવતા કિશનભાઈએ દરવાજો ખોલ્યો હતો.જોકે દરવાજો ખોલતા જ ઘરમાં ઘુસી ગયેલા શખ્સોએ તલવાર અને ઘોકા વડે જીવલરણ હુમલો કરી દઈ કિશનભાઈ નાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા વખતે વચ્ચે પડેલા કિશનભાઈના પિતા કુશાલભાઈને પણ ઘોકો મારી ઈજાઓ કરાઈ હતી.આ હુમલો અંગત અદાવતમાં કરાયો હોવાનું અનુમાન સાથે સાત હુમલાખોરો પૈકી ચાર શખ્સોને પોતે ઓળખતો હોવાનો દાવો કરી આ મામલે ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
ઇજાગ્રસ્ત યુવક હાલ ડીસા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.