ઉનાવામાં દારૂ ઝડપાતાં બે પીએસઆઈ સસ્પેન્ડ

ઊંઝા : ઊંઝા નજીકના ઉનાવા ગામે હાઈવે પરની સાહિલ હોટલના પાર્કીંગમાંથી પકડાયેલ પરપ્રાંતની દારૂ ભરેલ આઈશર ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરે ઝડપી લઈ અંદાજે તેર લાખની કિંમતની મત્તાની દારૂની બાટલીઓ, ટ્રક સહિત રૂ.રપ,૩ર,૬૦૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલના દારૂના આ સફળ દરોડાથી સ્થાનિક પોલીસતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો ત્યારે ફરજમાં કથિત બેદરકારીને લઈને રાજયના પોલીસ મહાનિર્દેશકે ઉનાવા પોલીસ મથકના બે પોલીસ સબ ઈન્સ્પેકટરો એસ.બી.રાજગોર અને કે.એલ. દેસાઈને સસ્પેન્ડ કરી દેતાં ઉનાવા પોલીસમાં સન્નાટો વ્યાપી ગયો છે. દરમિયાન અગાઉ ઉનાવા પોલીસ મથકની હદના કંથરાવી ગામની સીમમાંથી દારૂના મોટા પાયે થતા કટીંગને સ્ટેટના અધિકારીઓેએ ઝડપી લેતાં તત્કાનલી મહીલા પો.સ.ઈ.મોદીને પણ સસ્પેન્ડ કરીને તેમની અન્યત્ર બદલી કરવામાં આવી હતી.
લોકોમાં ચર્ચાતી વાતો મુજબ યાત્રાસ્થળ ઉનાવામાં પોલીસની નિષ્ક્રીયતાને કારણે છેલ્લા ઘણા વખતથી દેશી વિદેશી દારૂ, જુગાર સહિતની સમાજ વિરોધી બદીઓએ માથું ઉંચકયું છે. અત્રે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ, બુટલેગરો, ગુનેગાર તત્વો સાથે ધરોબો કેળવીને કેવળ નાણાં કમાવવામાં જ રસ દાખવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ધરમુળથી ફેરફાર કરવા જાઈએ તેવું લોકો ઈચ્છે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.