બહુચરાજીમાં પૂનમના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં

ચાણસ્મા : બહુચરાજીમાં પૂનમના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. મા બહુચરના દર્શન માટે ઉમટી પડેલ માઈ ભક્તો હાથમાં ધજા સાથે મંદિરની પ્રદિક્ષણા કરતાં માઈ ભક્તોમાં બહુચરના જયઘોષ કરતાં ધાર્મિક વાતાવરણ ઉભુ થવા પામ્યું હતું. માતાજીના ચાચરચોકમાં નાચતા - ગાતા એક એક માઈભક્તમાં મા પ્રત્યેનો ભાવ પ્રગટ થતો જાવા મળતો હતો.
સવારની મંગળા આરતીમાં બહુ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપÂસ્થત રહેતા સવારથી જ માઈભક્તોની લાંબી લાંબી લાઈનો જાવા મળી હતી. કાળઝાળ ગરમી વચ્ચે પણ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો. ફટાકડાની આતશબાજી અને માતાજીના જયઘોષ વચ્ચે નીકળેલી શોભાયાત્રામાં હજારો માઈભક્તો જાડાતાં એક એક માઈભક્તમાં માતાજી સ્વયં પ્રગટ થયાં હોય તેવું વાતાવરણ ઉભુ થવા પામ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોથી પડતી કાળઝાળ ગરમીમાં યાત્રીકોને ગરમી સામે રક્ષણ મળી રહે તે માટે ટેમ્પલ ટ્રસ્ટે મંદિરમાં મુખ્ય પ્રવેશ દ્વારથી માતાજીના મંદિર સુધી નીચે પગદંડી અને ઉપર છાયડાંની સુવિધા ઉભી કરતાં ભાવિક ભક્તો માટે રાહતરૂપ બનવા પામી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.