ચંદ્રયાન-૨ મિસનને છેલ્લી ઘડીએ ટેકનીકલ ખામીનો અવરોધ નડતા લોન્ચિંગને રોકાયું

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું બીજું મુન મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગમાં તકનીકી ખામીના લીધે રોકી દીધું છે. લોન્ચની બરાબર 56.24 મિનિટ પહેલાં ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકી દીધું છે. હવે નવી તારીખ જાહેરાત ઝડપથી જાહેર કરાશે. ચંદ્રયાન-2ને 15મી જુલાઇના રોજ સવારે 2.51 વાગ્યે સૌથી તાકતવાર બાહુબલી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવાના હતા. ઇસરો વૈજ્ઞાનિક એ ભાળ મેળવવાની કોશિષ કરી રહ્યા છે કે લોન્ચ પહેલાં આ તકનીકી કમી કયાંથી આવી. ઇસરો પ્રવકતા બીઆર ગુરૂપ્રસાદે ઇસરોની તરફથી નિવેદન આપતા કહ્યું કે જીએસએલવી-એમકે3 લોન્ચ વ્હિકલ (રોકેટ)માં ખામી આવતા લોન્ચિંગ રોકી દેવાયું છે. લોન્ચિંગની આગળની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે.
 

A technical snag was observed in launch vehicle system at 1 hour before the launch. As a measure of abundant precaution, launch has been called off for today. Revised launch date will be announced later.

 
 
 
લોન્ચિંગના લગભગ 56.24 મિનિટ પહેલાં ઇસરોએ મીડિયા સેન્ટર અને વિઝિટર ગેલેરીમાં લાઇવ સ્ક્રીનિંગ રોકી દીધું. કમીને જોતા જ લોન્ચ પ્રક્રિયા રોકી દેવામાં આવી. આ રૂકાવટના લીધે ઇસરો વૈજ્ઞાનિકોની 11 વર્ષની મહેનતને નાનકડો ઝાટકો લાગ્યો છે. જો કે ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા અંતિમ ક્ષણોમાં આ તકનીકી ખામી શોધી લેવી મોટું પગલું છે. જો આ કમીની સાથે રોકેટ છૂટ્યું હોત તો મોટો અકસ્માત થઇ શકયો હોત. આ વૈજ્ઞાનિકોની મહારથ છે કે તેમણે ભૂલ શોધી લીધી છે. તેને ટૂંક સમયમાં જ ઠીક કરીને તેઓ લોન્ચની નવી તારીખ જાહેર કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.