આવતીકાલે વડાપ્રધાન ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે

ગુજરાત
ગુજરાત

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઇલેક્ટ્રિક હીલને વધુમાં વધુ વેગ મળે તે માટે સુરત શહેર ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સીસ્ટમ તૈયાર કરવાના ભાગરૂપે વર્ષ ૨૦૨૫ સુધીમાં ૫૦૦ જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લીક ચાર્જીંગ સ્ટેશન તૈયાર કરવાનું આયોજન કરાયું છે.જે પૈકી આવતીકાલે સુરત આવી રહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મ્યુનિના 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ જ્યારે 25 ચાર્જિંગ સ્ટેશનનું ખાતમુર્હૂત કરશે.જેમાં પ્રધાનમંત્રીના હસ્તે રૂ.૧૩.૫૯ કરોડના ખર્ચે પ્રથમ ૨૫ પબ્લિક ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ તથા રૂ.૧૩.૫૯ કરોડના ખર્ચે શહેરમાં અન્ય બીજા ૨૫ ચાર્જીંગ સ્ટેશનનું ખાતમુર્હત કરવામા આવશે.આ ચાર્જિંગ સ્ટેશન સુરતના લોકોના ઉપયોગ માટે છે અને તમામ ફાસ્ટ પ્રકારના ચાર્જીંગ સ્ટેશન છે.આ ચાર્જિંગ સ્ટેશનમાં સસ્તા દરે એટલે કે રૂ.૧૪ યુનિટ+GST રેટ પર ફાસ્ટ ચાર્જીંગની સુવિધા મળશે.આમ વર્તમાનમાં શહેરમાં પાલિકા દ્વારા ઈ-વ્હીકલના ચાર્જિંગ માટે 80 ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.