અમદાવાદના પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મહિલા નીચે પડી, બે પોલીસકર્મીએ જીવ બચાવ્યો

ગુજરાત
ગુજરાત

અમદાવાદના રેલવે સ્ટેશન પર હાથમાં સામાન લઈને ચાલુ ટ્રેનના ડબ્બામાં ચડવા જતી એક મહિલા આજે પોતાની જિંદગી ગુમાવતા બચી ગઈ છે. RPFના બે પોલીસકર્મીઓએ ચાલુ ટ્રેનના ડબ્બામાં ચડવા ગયેલી મહિલા પ્લેટફોર્મ પર નીચે પટકાયેલી જોતા જ તાત્કાલિક તેઓ ચાલુ ટ્રેનમાંથી નીચે ઊતરી ગયા હતા અને તેને ટ્રેનથી દૂર કરી તેમનો જીવ બચાવ્યો હતો. બે પોલીસ કર્મીઓની સતર્કતાથી મહિલા બચી ગઈ હતી અને તેઓએ ટ્રેન ઊભી રખાવી અને તેઓને ટ્રેનમાં સહીસલામત બેસાડી રવાના કર્યાં હતાં.

મળતી માહિતી મુજબ અમદાવાદના રેલવે સ્ટેશન પર ગાડી નંબર 19223 જમ્મુતાવી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી ઊપડી હતી. તે દરમિયાન ટ્રેનના પાછળના ભાગે આવેલા જનરલ કોચમાં એક 42 વર્ષની મૂળ ઓરિસ્સાની રહેવાસી અમિતા પરીડા નામની મહિલા ચાલુ ટ્રેનમાં હાથમાં પોતાનો સામાન લઈને ચડવા જઈ રહી હતી. તે દરમિયાન અચાનક જ તેનો પગ લપસ્યો અને તે નીચે પડી હતી. RPFમાં ક્રાઈમ ઈન્ટેલિજન્સ બ્યુરોના હેડ કોન્સ્ટેબલ ગિરીશ ચૌધરી અને કોન્સ્ટેબલ ધીરજપાલસિંહ આગળ જ ટ્રેનના ડબ્બામાં ચડ્યા હતા. તેઓ ટ્રેનમાં ચડવા જતા હતા અને તેઓએ જોયું કે આ મહિલા નીચે પડી છે જેથી તાત્કાલિક બંને પોલીસકર્મીઓ ટ્રેનમાં નીચે ઊતરી અને તાત્કાલિક મહિલાને પકડી ટ્રેનથી દૂર કરી હતી. ગાર્ડ તરફ પોલીસકર્મી ઈશારો કરી અને ટ્રેનને રોકાવી દીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.