ગુજરાતમાં શિયાળો શરુ, જાણો તમારા શહેરનું તાપમાન
ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. જેમાં રાજ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 ડિગ્રી ઘટ્યું છે. ત્યારે અમદાવાદનું તાપમાન 34.8 ડિગ્રીએ પહોંચ્યું છે. તેમજ ગાંધીનગરમાં 32.6 ડિગ્રી, ડીસામાં 33.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
વેસ્ટન ડિસ્ટર્બન્સ પણ 14મી ઓક્ટોબરે આવશે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. 12મીથી 16મી ઓક્ટોબર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. 17-19 ઓક્ટોબરના રોજ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોનું વાતાવરણ બદલાશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 12મીથી 17મી સુધી અરબી સમુદ્રમાં હળવું ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે. જ્યારે 23મીથી 25મી સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. જો કે, ગુજરાતમાં ચોમાસાની લણણી પાકી ગઈ છે અને હવે જવા માટે તૈયાર છે.
નલિયામાં 32.3 ડિગ્રી, દ્વારકામાં 31.7 ડિગ્રી સાથે પોરબંદરમાં 32.4 ડિગ્રી, કેશોદમાં 33.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. ત્યારે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. તથા સવારે અને સાંજે ઠંડી જ્યારે બપોરે ગરમીની આગાહા છે. તેમજ 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ છે અને 15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જોકે, અંબાલાલ પટેલનો અંદાજ છે કે 14 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રિના મધ્યવર્તી દિવસોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય તેવી શક્યતા છે. જેના કારણે વરસાદની સંભાવના છે.