શું કેજરીવાલને જેલમાંથી મળશે મુક્તિ? જામીન અરજી પર આજે આવશે મોટો નિર્ણય
સીબીઆઈ દ્વારા તેમની ધરપકડને પડકારતી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી અને જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે બપોરે 2:30 વાગ્યે ચુકાદો સંભળાવશે. આ પહેલા 29 જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ ધરપકડને પડકારતી અરજી અને વચગાળાના જામીન માટેની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.