લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે, કેસ ઘટ્યા છે, પણ હજુ લોકોની ભીડ થાય છે

ગુજરાત
ગુજરાત 76

આજે ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ અને ફાયર સેફ્ટી તેમજ લગ્ન તેમજ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા પરની સુનાવણી થઈ હતી. કાર્ટે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ મામલે 25 મે સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું. એની સાથે ભરૂચ નગરપાલિકાને પક્ષકાર તરીકે જોડવામાં આવે એવું તેણે કહ્યું હતું. આ લાપરવાહીમાં જવાબદારી નક્કી કરવી જ પડે. કોર્ટે આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું છે. હવે હાઇકોર્ટની સુઓમોટો અંગેની સુનાવણી 17મી મેએ હાથ ધરવામાં આવશે.

નામદાર કોર્ટમાં મોટા ભાગના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સરકારને સુનાવણીની આગલી રાતે સોગંદનામું રજૂ કરાતાં અભ્યાસ કરવાનો સમય ઓછો મળે છે, તેથી આજની સુનાવણી સમાપ્ત કરાઈ. હવેથી નામદાર કોર્ટમાં સરકાર 24 કલાક પહેલાં સોગંદનામું રજૂ કરે એવી અપીલ કરાઈ.

અમારી સરકારને અપીલ છે કે લગ્ન અને લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે, કારણે કે કેસ ઘટ્યા છે, પણ કેટલાક ધાર્મિક અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ.

અમિત પંચાલ: રાજ્ય સરકારે તેમના એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે કેટલીક હોસ્પિટલમાં ફાયર NOC નથી અને હજી પણ એ માટેની કોઈ કાર્યવાહી નથી થતી.

હાઇકોર્ટ: હા, આ ગંભીર બાબત છે, રાજ્ય સરકારે આ બાબતે પગલાં લેવાં જોઈએ, 161 હોસ્પિટલમાં ફાયર NOC નથી. એ માટે ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર NOC વગરની હોસ્પિટલની મુલાકાત લે.

સરકારી વકીલ કમલ ત્રિવેદી: તપાસ પંચના રિપોર્ટની એક-બેવાર ચર્ચા થાય અને એની પર એક્શન લેવા માટે સરકાર તેને જાહેર ન કરે, કારણે કે તેને સ્ટડી કરવો પડે. હોસ્પિટલમાં જ્યારે કોવિડ ડેઝિગ્નેટેડ ડિક્લેર કરી ત્યારે NOC હોવાની વાત સામે આવી છે, પરંતુ 2 બિલ્ડિંગ છે એટલે એકનું NOC નહિ હોય.

હાઇકોર્ટ: ત્યાં કોણે તપાસ કરી? શું તપાસ કરી એનો રિપોર્ટ લાવો. તમે કોઈ કાર્યવાહી નથી કરતા એનો લોકોમાં આક્રોશ છે. તમે અગાઉ પણ આવું કર્યું છે. ખાલી પેપર પર કાર્યવાહીની વાત થાય છે, તમે એક્શન લેતા નથી. રાજ્ય સરકાર કેમ ચૂપ રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.