
weather: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આ દિવસથી થશે કડકડતી ઠંડીની શરૂઆત
હાલમાં ઋતુ પરિવહનનો સમય ચાલી રહ્યો છે. પરંતુ થોડા જ દિવસોમાં તમને વાતાવરણમાં અચાનક ઠંડી લાગવા લાગશે. રાજ્યમાં આગામી 15 દિવસ આવું જ મિશ્ર વાતાવરણ જોવા મળશે. પરંતુ શિયાળો મોડો આવશે. આવામાં ગુજરાતમાં શિયાળાના આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં રાત્રે ખેલાડીઓએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે.