અમદાવાદમાં પાણી પોલ્યુશન કંટ્રોલ ટાસ્કફોર્સનો અમલ કરાતો જ નથી, સત્તાધીશો તંત્રના કાન આમળવામા નિષ્ફળ

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં પાણી પોલ્યુશન કંટ્રોલ ટાસ્કફોર્સનો અમલ કરાતો જ નથી, સત્તાધીશો તંત્રના કાન આમળવામા નિષ્ફળ
અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાણીમા પોલ્યુશન આવતુ હોવાની ફરિયાદનુ પ્રમાણ વધવા છતાં પોલ્યુશન મેનેજમેન્ટ ટાસ્કફોર્સનો અમલ જ કરાતો નથી.આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાંથી લેવામા આવેલા પાણીના ૪૧૬ સેમ્પલ મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી અનફીટ જાહેર કરવામા આવ્યા છે.
શહેરના સાત ઝોનમા આવેલા ૪૮ વોર્ડના વિવિધ વિસ્તારમાંથી પ્રદૂષિત પાણીની ફરિયાદ સતત વધી રહી છે.આ વર્ષે પહેલી જાન્યુઆરીથી ૩૧ ઓકટોબર સુધીના સમયમા ૩૮૨ તથા નવેમ્બર મહિનામા ૩૪ એમ કુલ મળીને ૪૧૬ પાણીના સેમ્પલ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી અનફીટ જાહેર કરવામા આવ્યા છે.આ પ્રમાણે આ સમય દરમિયાન ૧૨૩૨ પાણીના સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.
મ્યુનિસિપલ તંત્ર તરફથી વિવિધ વિસ્તારમા અપુરતા પ્રેશરથી પાણી મળવા તથા પ્રદૂષિત પાણી આવવા જેવી ફરિયાદોના નિરાકરણ માટે પોલ્યુશન મેનેજમેન્ટ ટાસ્કફોર્સ સેલની રચના કરવામા આવી હતી.આ સેલમા આઠ ટેકનીકલ સુપરવાઈઝર,બે આસીસ્ટન્ટ ઈજનેરની ફાળવણી કરાઈ હતી.ઉપરાંત જે તે વોર્ડના આસીસ્ટન્ટ સીટી ઈજનેર અને પબ્લિક હેલ્થ સુપરવાઈઝર સાથે સંકલન કરી પાણીના પોલ્યુશનની મળતી ફરિયાદોનો ત્વરીત નિકાલ કરવાનો હતો.
વીસ કરોડની ફાળવણી છતા પાણીના પોલ્યુશનની ફરિયાદ ત્વરીત ઉકેલાતી નથી
પાણીના પોલ્યુશન મેનેજમેન્ટ ટાસ્કફોર્સ સેલની રચના કરાયા બાદ પાઈપલાઈન બદલવા, રહેણાંક કનેકશન સીસ્ટેમેટીક કરવા ઉપરાંત નેટવર્કની ડીઝાઈન મુજબ પાણીના કનેકશન થયેલા છે કે કેમ? એ અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર પી.એચ.એસ.અને વોર્ડના આસીસ્ટન્ટ સીટી ઈજનેરને તૈયાર કરવા આદેશ આપવાની સાથે રૃપિયા વીસ કરોડની રકમની ફાળવણી કરવામા આવી હતી.આમ છતાં શહેરમા પાણીના પોલ્યુશન અંગે લોકો દ્વારા કરાતી ફરિયાદનો ત્વરીત ઉકેલ આવતો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.