ચેતવણી : અખબારની PDF કોપી વૉટ્સઍપ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદે

ગુજરાત
ગુજરાત

 

રખેવાળ, નવી દિલ્હી
હાલ લૉકડાઉનના સમયગાળામાં એક તરફ અખબારો વિતરણ સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે તો બીજી તરફ તેમનાં ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ પણ વધ્યા છે. તેના કારણે અખબારોને રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ ચેતવણી આપી છે કે અખબારોનાં ઇ-પેપરમાંથી પાનાં ડાઉનલોડ કરીને તેમની પીડીએફ ફાઇલ વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદે છે. ઇ-પેપર કે તેના હિસ્સા કોપી કરીને સોશિયલ મીડિયા પર ગેરકાયદે રીતે શૅર કરનાર વ્યક્તિ સામે અખબાર કડક કાનૂની અને જંગી દંડની કાર્યવાહી કરી શકે છે.

કોઇ ગ્રૂપમાં આ રીતે અખબારની ઇ-કોપી ગેરકાયદે રીતે સરક્યુલેટ થવા બદલ જે-તે વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપના એડમિન જવાબદાર ઠરશે. આઇએનએસની સલાહ પર અખબાર જૂથ એવી ટેક્નિકનો પણ ઉપયોગ કરશે કે જેનાથી અખબારની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી તેને સોશિયલ મીડિયા પર શૅર કરનાર વ્યક્તિની ઓળખ થઇ શકશે. દર અઠવાડિયે નિર્ધારિત સંખ્યાથી વધુ પીડીએફ ડાઉનલોડ કરનારા યુઝર્સ બ્લોક પણ થઇ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.