હરીફ ઉમેદવારો વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત બયાન

ગુજરાત
ગુજરાત

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર સતત 6 ટર્મથી જીતતા આવતા અને હંમેશા વિવાદિત નિવેદન કરવા માટે જાણીતા દબંગ ધારાસભ્ય અને વાઘોડિયા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના ગોળી મારી દેવાના વિવાદિત નિવેદનની શાહી હજુ ભૂંસાઈ નથી ત્યાં તો ફરી એક વાર હરીફ ઉમેદવારો પર વરસતા મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન કરતા રાજકારણ ગરમાયું છે.વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા જરોદ ખાતે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જાહેર સભામાં જનમેદનીને સંબોધન કરતા વાઘોડિયા બેઠક પરથી ઉમેદવારી કરી રહેલ અન્ય હરીફ ઉમેદવારો માટે વિવાદિત નિવેદન કરતા જણાવ્યું હતું કે, 7 નંબર પર ખેડૂતનું સીડીને લઈને નિશાન છે તેના પર બટન દબાવજો. તમે પણ સાત નંબર દબાવજો અને બીજાને પણ કહજો સાત નંબર દબાવે બીજા તો 6 નંબરના *ક્કા છે.
વારંવાર વિવાદિત નિવેદન કરવા અને હંમેશા પોતાના નિવેદનોથી વિવાદમાં સપડાયેલા રહેતા મધુ શ્રીવાસ્તવ 6 ટર્મથી વાઘોડિયા વિધાનસભા પરથી જીતતા આવ્યા છે. તેઓ પહેલીવાર વાઘોડિયા બેઠક પર ઉમેદવારી કરીને જીત્યા હતા અને ત્યાર બાદ ભાજપ સાથે જોડાઈ ગયા હતા. મધુ શ્રીવાસ્તવ દબંગ ધારાસભ્ય તરીકે જાણીતા છે અને આ દબંગ ધારાસભ્યે અનેક ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકેના પાત્ર પણ નિભાવ્યા છે.
જો કે ભાજપે સાતમી ટર્મ માટે વાઘોડિયા બેઠક પરથી દબંગ મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપી અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવતા નારાજ મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી છેડો ફાડી નાખ્યો હતો અને મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બળવો ન કરવા તેમજ મનાવવા ભાજપના ઉચ્ચ નેતાઓએ પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ ટિકિટ ન મળતા નારાજ મધુ શ્રીવાસ્તવ પોતાની જીદ ના છોડી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી સૌથી વધુ લીડ સાથે પોતાની જીતનો દાવો કર્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.