
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મોર સાથે નૃત્ય કરતો વીડિયો વાયરલ
અમદાવાદ, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હાલ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પોતાનો દિવ્ય દરબાર લગાવી રહ્યા છે અને અમદાવાદમાં ૨૯ અને ૩૦ તારીખ દરમિયાન તેમનો દિવ્ય દરબાર લાગવાનો છે. અમદાવાદના ઓગણજ વિસ્તારના ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગણજમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે તે ગ્રાઉન્ડ પર પાણી જ પાણી થતા બે દિવસના કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
આ અગાઉ અમદાવાદના ચાણકયપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારે બાબાના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટે છે તે સ્થિતિને જોતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દિવ્ય દરબારનું સ્થળ બદલવામાં આવ્યું હતું. આ દરમિયાન બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મોર સાથે આનંદ કરી રહ્યા છે. વિડિયોમાં તેઓ મોરની સાથે ચાલી રહ્યા છે મોર કળા કરેલો દેખાય છે.
વિડિયોમાં તેઓ હાથ પગની વિવિધ મુદ્રાઓ કરતાં દેખાય છે. સુરત બાદ અમદાવાદમાં બાગેશ્વર ધામ સરકારનો દરબાર યોજાઇ રહ્યો છે અને મોટી સંખ્યામાં તેઓના ભક્તો હાજરી આપી રહ્યા છે. બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનાં આ વિડિયોમાં કળા કરેલ એક મોરની સાથે એક ઢેલ પણ દેખાઈ રહી છે. આ વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેને લઈને બાબાનાં ભક્તો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો કોઈ ગાર્ડનનો હોવાનું માનવામાં આવે છે.
જયા બાગેશ્વર ધામ સરકારનો નિવાસ પણ હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત દેશભરમાં બાબા બાગેશ્વર ચર્ચામાં છે. માત્ર ઈલેક્ટ્રોનિક મીડિયા જ નહીં સોશિયલ મીડિયા પર પણ બાબા છવાયેલા છે અને હાલમાં બાબા ગુજરાતના અલગ-અલગ શહેરમાં દરબાર લગાવી રહ્યા છે. ૨૬ અને ૨૭ મે બે દિવસ બાબા બાગેશ્વર સુરતમાં છે. ૨૮ મેના રોજ બાબા બાગેશ્વર સુરતથી અમદાવાદ બાય એર આવ્યા હતા પરંતુ ગઇકાલે વરસાદનાં કારણે તેઓનો દરબાર રદ થયો હતો.