
વાત્રક ખાતે મહેન્દ્રસિંહ વાઘેલાની સભા યોજાઈ
વર્તમાનમાં જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે.ત્યારે બાયડ તાલુકાના અને અરવલ્લી જિલ્લા બીજેપી ઉપાધ્યક્ષ જયંતિ ઝાલા કોંગ્રેસમાં જોડાયા છે.32 બાયડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની વાત્રકના ધારેશ્વર મહાદેવ ખાતે ચૂંટણી પ્રચારઅર્થે સભા યોજાઈ હતી.જે સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો,અગ્રણીઓ જોડાયા હતા.આ સભામાં બાયડ તાલુકાના વતની અને અરવલ્લી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ જયંતિ ઝાલા ભાજપમાંથી રાજીનામું આપી પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.