
વસોમાં ગટરના પાણી ઉભરાવાથી રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ
વસોના પાનરવાડ સહિતના કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાતા સ્થાનિકો અસહ્ય દુર્ગંધને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે.જેમાં ગટરના પાણી ફળિયા જાહેર માર્ગ પર ફરી વળતા સ્થાનિક રહિશોને ગંદા પાણીમાથી પસાર થવાની ફરજ પડી રહી છે.ત્યારે આ સમસ્યા અંગે ગામના હોદ્દેદારોને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાછતાં સમસ્યાનો હજુસુધી નિકાલ આવ્યો નથી.જેથી સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ વ્યાપ્યો છે.આમ ગટરના પાણી ઉભરાતા વિસ્તારના લોકોને ત્યાથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વિસ્તારના લોકોમાં ઉભી થઇ હતી.આમ આ અંગે તંત્રમાં રજૂઆત કરવા છતા આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા લોકો રોષે ભરાયા છે.