
વડોદરામાં ચૂંટણી પૂર્વે અર્ધલશ્કરીદળો તૈનાત કરવામાં આવ્યા
વડોદરા શહેરમાં ચૂંટણી પૂર્વે કોઇપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.વડોદરામાં આગામી 5મીએ યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન શાંતિ જળવાય તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા કાયદો અને વ્યવસ્થાને અનુલક્ષીને બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે.જેમા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવી રહ્યા છે.જ્યારે,સીસીટીવી કેમેરા સહિતની ટીમો પણ કામે લગાવવામાં આવી રહી છે.આ ઉપરાંત સ્થાનિક પોલીસ નાકાબંધી પણ કરી રહી છે.આ સિવાય શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ ઉપાડતાં દારૂના રોજના 50થી વધુ કેસો કરવામાં આવી રહ્યા છે.જ્યારે,માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરવાની પણ કામગીરી ચાલી રહી છે.