વડોદરાના પોલીસ કમિશ્નર શમશેરસિંઘ ડી.જી બન્યાં

ગુજરાત
ગુજરાત

વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંઘ એડીજીપીમાંથી પ્રમોશન આવતા ડીજીપી બન્યા છે.શમશેરસિંઘ 1991ની બેચના આઈ.પી.એસ અધિકારી છે.ડીજીપી તરીકે પ્રમોશન મળ્યું હોવાછતાં તેઓ વડોદરા પોલીસ કમિશનરના હોદ્દા પર રહેશે.આમ અત્યારે ઇન્ચાર્જ ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણુક કરવામાં આવી છે.ત્યારે આગામી સમયમાં શમશેરસિંઘ અમદાવાદ પોલીસ કમિશનર બની શકે તેવી પુરી શકયતા રહેલી છે.આમ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આગામી એપ્રિલ મહિનામાં નિવૃત થશે.ત્યારે પોલીસ કમિશનર નિવૃત થાય તે બાદ અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે શમશેરસિંઘની પુરી શકયતા છે.ગત અઠવાડિયે 1991થી 1995ની બેચના આઈ.પી.એસ અધિકારીઓના પ્રમોશન માટે બેઠક મળી હતી.ત્યારે આજે એક માત્ર શમશેરસિંઘને પણ ડીજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.આ સિવાય 31મી જાન્યુઆરીએ ડીજીપી આશિષ ભાટિયા નિવૃત થયા હતા.ત્યારે તેમની જગ્યાએ વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે.આમ આઈ.પી.એસ શમશેરસિંહ મૂળ હરિયાણાના છે.આઇ.પી.એસ ડો.શમશેર સિંઘે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ પીએફ ટેક્નોલોજી દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં પી.એચડી કર્યું છે અને તેઓ વર્ષ 1991ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે.તેઓ વર્ષ 2020 સુધી ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ક્રાઈમના એડીજીપી હતા.જે બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.