
ધો.10નું વડોદરાનું 62.24% પરિણામ આવ્યુ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.10નુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.જેમાં વડોદરાનું 62.24% પરિણામ આવ્યું છે,જે ગત વર્ષની સરખામણીમાં 1.3 ટકા વધુ પરિણામ આવ્યું છે.વડોદરા શહેરનું પરિણામ 62.24 ટકા આવ્યું છે.ત્યારે જિલ્લાના નબળા પરિણામને કારણે શહેર અને જિલ્લાનુ ઓવરઓલ પરિણામ આશા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે.વડોદરામાં આ વર્ષે એ 1 કેટેગરીના વિદ્યાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.જે રાજકોટ,સુરત અને અમદાવાદની સરખામણીએ ઘણા ઓછા છે.જે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોરોનાકાળ પણ નડી ગયો છે.આમ નિયમિત ક્લાસરૂમ અભ્યાસ થયો નહીં હોવાથી ગણિત અને વિજ્ઞાન વિષયનો પાયો કાચો રહી ગયો છે,જ્યારે બીજીતરફ વિદ્યાર્થીઓ મોબાઈલનો વધુપડતો ઉપયોગ કરતા થયા હોવાથી બોર્ડ પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરવામાં નિષ્ફળ ગયા છે. જેમાં લખવા-વાંચવાની ઓછી પ્રેક્ટીસ પણ જવાબદાર છે.