વડોદરા કોર્પોરેશન સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરશે

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં પાણીના વચ્ચેના ભાગમાં બોટિંગ શરૂ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન હાથ ધર્યું છે. જે બાબતે સમગ્ર સભાની મંજૂરી માટે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. બોટિંગ શરૂ કરવા મેયરે સૂચન કરતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવમાં બોટિંગ સુવિધાના જે નીતિનિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. જેના આધારે સુરસાગર બોટિંગ માટેના કેટલાક નિયમો તૈયાર કર્યા છે. બોટિંગ માટે જે કોઈ સંચાલક આવે તેણે પોલીસ અને ફાયર સેફટી વિભાગના અભિપ્રાય મુજબ કોર્પોરેશનના નામનો વીમો લેવાનો રહેશે. બોટિંગને લગતી તમામ કામગીરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર,સીસીટીવી,પ્લેટફોર્મ ટિકિટ કાઉન્ટર વગેરે તમામ ખર્ચ તેમજ મેન્ટેનન્સના ખર્ચ સંચાલકે ભોગવવાનો રહેશે .આ લીઝ પીરીયડ ની સમયમર્યાદા ત્રણ વર્ષ રાખવામાં આવી છે. ટિકિટની આવકમાંથી કોર્પોરેશનને આપવાપાત્ર રકમના જે ટકા નક્કી થાય તે મુજબ ભાવપત્રક નિયત કરાશે. બોટિંગ ટિકિટનું સોફ્ટવેર પાલિકાના આઇટી વિભાગ પાસે એપ્રુવ કરાવવું પડશે. હરણી મોટનાથ તળાવમાં બોટિંગ ટિકિટનો ભાવ 30 મિનીટનો રૂ.50 છે, તે મુજબ રૂ.50નો ભાવ 30 મિનિટનો રાખી શકાશે, અથવા સ્થાયી સમિતિ નક્કી કરે તે મુજબ ભાવ રાખવામાં આવશે. આ સિવાય સંચાલક પેડલ અથવા મશીન બોટ રાખી શકશે. કોઈપણ અકસ્માત થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે. સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર થયા બાદ ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.