વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ

ગુજરાત
ગુજરાત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિવિધ વિસ્તારમાં તેમજ રોડ ડિવાઈડર વચ્ચે વિવિધ પ્રકારના છોડ રોપવામાં આવ્યા હતા.આમ આજે 8 સ્થળે અર્બન ફોરેસ્ટ બનાવવા માટે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.જેમાં ત્રણ સ્થળે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.મિયાવાકી પદ્ધતિ દ્વારા કોર્પોરેશને આ અગાઉ પણ વિવિધ સ્થળે શહેરી વન તૈયાર કર્યા છે.મિયાવાકીએ જાપાની પધ્ધતિ છે.જાપાનના અકિરા મિયાવાકીએ ટૂંકા ગાળામાં વન ઉછેરવા હેતુસર આ પધ્ધતિ વિકસાવી છે.વિશ્વના અનેક દેશોએ વનસ્પતિશાસ્ત્રી મિયાવાકી ની આ પધ્ધતિ અપનાવી વન નિર્માણ કર્યું છે.આ પધ્ધતિથી નાના વિસ્તારમાં પણ ઝડપથી વન ઉગાડી શકાય છે.આ પધ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય તેટલા વૃક્ષો વાવવામાં આવે છે.ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4માં નાથીબા,હરણી તેમજ ભાયલીમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું છે. જય આશરે 8000 વૃક્ષ રોપવામાં આવશે.આ ઉપરાંત મોતીબાગ,મહાદેવ તળાવ,ટીપી ત્રણમાં નારાયણ સ્કૂલ પાસે શહેરી વન માટે વૃક્ષારોપણ થયું છે. વલ્લભાચાર્ય ગાર્ડનમા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.17044 ચોરસ મીટર વિસ્તારમાં કોર્પોરેશન વધુ 8 શહેરીવન તૈયાર કરશે.આમ કોર્પોરેશન દ્વારા આજથી આગામી 30 જુન સુધી વૃક્ષારોપણની કામગીરી ચાલુ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.