
વડોદરા કોર્પોરેશન આગામી સમયમાં હેરિટેજ સાયનેજિસ મૂકશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હેરિટેજ વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી કામગીરીને લઈ લોકોને હેરિટેજ વારસાની જાણકારી મળી રહે અને પ્રવાસીઓ આકર્ષાય તે માટે શહેરમાં આવેલા હેરિટેજ સ્થળોની ઓળખ તેમજ ઐતિહાસિક માહિતી માટે હેરિટેજ સાયનેજિસ મૂકવાની કામગીરી આગામી 10 દિવસમાં શરૂ કરવામાં આવશે.જેમાં તે સ્થળની વિગતો અને તેનું ઐતિહાસિક મહત્વ દર્શાવતું લખાણ મૂકવામાં આવશે.આ ઉપરાંત ક્યુઆર કોડ પણ મુકાશે.જે સ્કેન કરીને વિગતો જાણી શકાશે.આમ શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ,ઇન્દુમતી મહલ,ચાંપાનેર ગેટ,લેહરીપુરા ગેટ,ભદ્ર કચેરી,લાલ કોર્ટ,કીર્તિમંદિર,રાવપુરા ટાવર,નરસિંહજી મંદિર,કીર્તિસ્થંભ,કાલા ઘોડા,આર્ટસ ફેકલ્ટી,રેલવે સ્ટાફ કોલેજ,જયસિંહ રાવ પુસ્તકાલય,અરવિંદ આશ્રમ,કીર્તિસ્થંભ,નવનાથ મંદિર સહિતના 144 જેટલા હેરિટેજ બાંધકામ છે.