વડોદરા : ફાટક બંધ હોવા છતાં ફાટક ક્રોસ કરી રહેલો બાઈક સવાર ટ્રેનની અડફેટે આવતા મોત, CCTV

ગુજરાત
ગુજરાત 135

વડોદરા.શહેર નજીક બાજવા-રણોલી બંધ રેલવે ફાટક પર ફાટક ક્રોસ કરી રહેલા બાઈક ચાલક એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. તા.૨૧ જૂનના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનાનો CCTV વીડિયો વાઇરલ થયો છે. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બાજવા અને રાણોલી વચ્ચેના બ્લોક વિભાગમાં આ ઘટના બની હતી. BRC-GER વિભાગના એલસી ગેટ નંબર ૨૪૧ના બંધ બૂમના પાટાની બાજુમાં બાજુથી એક બાઈક સવાર દાખલ થયો હતો અને પસાર થતી ટ્રેનની અડફેટે મોતને ભેટ્યો હતો.

રેલવે PRO ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, આ ગંભીર કેસ છે. પરંતુ લોકો દ્વારા પાલન કરવામાં આવતું નથી. આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે. બીજું, એલસી દરવાજા પર ગેરરીતિ અટકાવવા માટે ૨૪મી જૂનથી વિશેષ સલામતી અભિયાન શરૂ કરાયું હતું. આદેશ મુજબ ડ્રાઇવ સમયગાળા દરમિયાન સંબંધિત BO દ્વારા લેવાયેલ LC ગેટ્સનું નિરિક્ષણ કરવામાં આવશે અને આશ્ચર્યજનક તપાસ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.