
વડનગરનાં ઐતિહાસિક સ્થળોને જોડવા લાંબો પાથ-વે બનાવાશે
આગામી સમયમાં વડનગર પર્યટકો માટે અલગ ઓળખ ઊભું કરતું નગર બની જશે.જેમાં દેશ-વિદેશના પર્યટકો એક સ્થળેથી પ્રવેશી નગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી શકે તે માટે નવો પાથ-વે બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.જેમા પર્યટકો રેલવે સ્ટેશનથી ઉતરી પાથ-વે પરથી હાટકેશ્વર મંદિરના દર્શન કરી,ઋષિ આરો અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ,કિર્તીતોરણ,પ્રેરણા સ્કૂલ સહિતના સ્થળોની મુલાકાત કરી શકશે.આ સિવાય પર્યટકોના આરામ માટે વચ્ચે રેસ્ટોરન્ટ તેમજ ધ્યાન માટે મેડીટેશન સેન્ટર તેમજ એમ્ફી થિયેટરની પણ સુવિધા ઉપલબ્ધ હશે.આ સિવાય દિવ્યાંગ અને સિનિયર સિટીઝનો માટે કાર્ટની વ્યવસ્થા ઊભી કરાશે.પાથ વેમાં રેલવે સ્ટેશનથી હાટકેશ્વર મંદિર,ફોર્ટ વોલ,દેસાઈવાસની પાછળથી અર્જુનબારી દરવાજા,થીમપાર્ક કીર્તિતોરણ,શર્મિષ્ઠા તળાવ,સપ્ત ઋષિઆરો,અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ,બૌદ્ધ મોનેસ્ટ્રી,તાનારીરી ગાર્ડન જોઈ શકાશે.