રાજયોને વસ્તીનાં પ્રમાણમાં વેકિસન, બગાડ કરનારને ઓછો કવોટા

ગુજરાત
ગુજરાત 56

દેશમાં 21 જુનથી શરૂ થનાર રસીકરણને લઈને નવી ગાઈડલાઈન જાહેર

ખાનગી હોસ્પિટલો એક ડોઝનો મહત્તમ સર્વિસ ચાર્જ રૂા.150 વસુલી શકશે: રસીની ફાળવણીમાં કેસોનું ભારણ, સંક્રમણનો ફેલાવો પણ ધ્યાને લેવાશે

નેશનલ કોરોના વેકિસનેશન પ્રોગ્રામને લઈને ભારત સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. 21 જુનથી લાગુ થનાર વેકિસનેશન કાર્યક્રમ અંતર્ગત રાજયોને કોરોના વેકિસનનાં ડોઝ રાજયની વસ્તી, કોરોનાના કેસો અને રસીકરણનાં આંકડાનાં આધારે આપવામાં આવશે.સાથે સાથે વેકિસનનાં ડોઝની કિંમત પ્રાઈવેટ હોસ્પીટલો માટે પ્રત્યેક વેકિસન નિર્માતા કંપનીઓ તરફથી નકકી કરાશે.

તેમાં ફેરફાર કરવા પર અગાઉથી જાણકારી આપવામાં આવશે. પ્રાઈવેટ હોસ્પીટલોમાં એક ડોઝની કિંમત વધુમાં વધુ 150 રૂપિયા રહેશે. જે લોકો વેકિસનની કિંમત ચુકવવામાં સક્ષમ છે. તેમને ખાનગી હોસ્પીટલોમાં વેકિસન કેન્દ્રોમાં ડોઝ લેવા માટે પ્રોત્સાહીત કરાશે.આ સિવાય એમ પણ જણાવવામાં આવ્યુ છે કે રસીની જો બરબાદી થાય છે તો વેકિસનની ફાળવણીમાં તેની અસર પડી શકે છે.

અર્થાત તે રાજયને ઓછા ડોઝ આપવામાં આવશે. વેકિસનેશનની નવી ગાઈડ લાઈનમાં પણ પ્રાથમિકતાને આધાર બનાવાય છે. સૌથી પહેલા હેલ્થકેર વર્કર્સને ડોઝ આપવામાં આવશે ત્યારબાદ ક્રમવાર ફ્રન્ટલાઈન વર્કર 45 થી વધુ વયના લોકો કે જેમને બીજો ડોઝ હજુ બાકી છે અને ત્યારબાદ 18 અને તેથી વધુ વયના લોકોને રસી અપાશે.નવી ગાઈડલાઈન અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી રાજયોને અપાનારા ડોઝની રાજયોને એડવાન્સમાં જાણકારી આપવામાં આવશે.

ત્યારબાદ રાજય જીલ્લા પ્રશાસનને આ જાણકારી આપવી પડશે. કયા જીલ્લામાં કેટલા ડોઝ ફાળવાયા છે. તેની વિગત પણ આપવી પડશે.સરકારે જણાવ્યું હતું કે જીલ્લા પ્રસાસને રસીની ઉપલબ્ધતાનાં બારામાં આમ લોકોને જાણકારી પહોંચાડવી પડશે. સમગ્ર દેશમાં 21 જુનથી શરૂ થનારા વેકિસનને માટે રાજય સરકારે કોઈ ખર્ચ ભોગવવો નહિં પડે ખાનગી હોસ્પીટલો એક ડોઝ પર મહતમ રૂા.150 વસુલી શકશે તેમાં નિરિક્ષણનું કામ રાજયે કરવાનું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.