આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે

ગુજરાત
ગુજરાત 33

હિંમતનગર ખાતે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો બાદ સી.આર.પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે દરેક કાર્યકર ચૂંટણીમાં ટીકિટ માંગી શકે છે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોના ઉમેદવારોની યાદી જોવા મળશે. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટીકિટ આપવી કે નહીં તે ભાજપનું હાઇકમાન્ડ નક્કી કરે છે તે પણ સર્વે કરી જે ઉમદેવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે તેવા નવા ચહેરા તક આપવામાં આવશે અને એટલે ભાજપનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહે તેમના કામ કરે અને તેમનો વિશ્વાસ સંપાદીત કરવાના પ્રયાસમાં જોતરાઇ જાય. આ સિવાય તેઓએ વધુમા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર ગુજરાત સહિત દેશવાસીઓને સંપુર્ણ ભરોસો છે. આપણી ભુલ હોય તો પણ મતદારો આપણી ભુલ માફ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જોઇ આપણને મત આપે છે. આ કાર્યક્રમમાં તેમણે પેજ સમીતી અંગે વાત કરી તેનું મહત્વ કાર્યકરોને સમજાવ્યું અને ચૂંટણીમાં કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પેજ સમીતીને વધુ મજબૂત કરી પાર્ટીનો દરેક કાર્યકર આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મજબૂત કરે તે માટે સચૂન કર્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.