ગુજરાતમાં ૪૮ કલાક પછી કમોસમી વરસાદ લેશે વિરામ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સંભાવના હજુ બે દિવસ રહેવાની આગાહી કરવામાં આવી છે, પરંતુ આ પછી હવામાન સૂકું રહેવાની અને ગરમીનો પારો ઉપર ચઢવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવના જોવાઈ રહી છે, હવે આ બંગાળની ખાડીમાં ડિપ્રેશન ક્રિએટ થયા પછી આગામી સમયમાં તેની અસરો કેવી થશે તે અંગે આગાહી કરવામાં આવશે. જો ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેને મોકા/મોચા નામ આપવામાં આવશે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૪૮ કલાક સુધી વરસાદ રહેવાની શકયતાઓ વ્યક્ત કરી છે. આ પછી રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે પરંતુ તેની અસર ઓછી થતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાંથી ભેજનું પ્રમાણ ઘટવાથી ગરમીમાં વધારો થવાની શરુઆત થશે.

આજના હવામાન પર નજર કરીએ તો, આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય કે હળવા વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, અમરેલી, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ અને કચ્છમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે.

બે દિવસ વરસાદ થવાની સંભાવનાઓ છે અને તે દરમિયાન ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ૪૦ કિલોમીટરની ઝડપે પવન પર ફૂંકાઈ શકે છે. વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળ પર રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. ચાલુ વરસાદમાં ઝાડ કે વીજળીના થાંભલાની નીચે કે નજીકમાં ના ઉભા રહેવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં હાલ સામાન્ય કરતા નીચું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. જેમાં ગુરુવારે સૌથી ઊંચું ૩૮ ડિગ્રી તાપમાન રાજકોટનું નોંધાયું હતું. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, સુરેન્દ્રનગર, વડોદરા અને વલસાડનું તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. આગામી ૨ દિવસમાં તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.