રાજ્યમાં અનલોક-૧ જોખમી સાબિત થયું, ૨૦ જિલ્લા માટે મે મહિના કરતા જૂનમાં કેસમાં બે ગણો વધારો થયો.

ગુજરાત
ગુજરાત 59

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં તબક્કાવાર લોકડાઉનનો અમલ પણ કરવામાં આવ્યો હતો. જે વિસ્તારોમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા એ વિસ્તારોને ક્લસ્ટર, કન્ટેઇનમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફાળવીને કેસને વધતા અટકાવવાનો અથવા તો સીમિત વિસ્તાર સુધી તેને રોકી રાખવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જોકે ૧ જૂનથી રાજ્યમાં અનલોક-૧ને અમલી બનાવવામાં આવ્યું હતું અને આજથી એટલેકે ૧ જુલાઈથી રાજ્યમાં અનલોક-૨નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે અનલોક એક રાજ્યના સુરત, ભરૂચ, અમરેલી સહિતના ૨૦ જિલ્લાઓ માટે જોખમી સાબિત થયા છે. જેમાં કેસોની સંખ્યામાં બેફામ વધારો જોવા મળ્યો છે. જોકે અમદાવાદ સહિતના ૮ જિલ્લાઓ અનલોક દરમિયાન કેસને કાબૂમાં લેવામાં સફળ રહ્યા છે.

મે મહિનાની સરખામણીએ અનલોક-૧વાળા જૂન મહિનામાં નોંધાયેલા કેસોનો આંકડો જોઇએ તો રાજ્યના ૨૦ જિલ્લા એવા છે જ્યાં મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં સુરત, નર્મદા, ભરૂચ, અમરેલી, આણંદ, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, નવસારી, મોરબી, વડોદરા, ભાવનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, કચ્છ, ખેડા, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.

એવી જ રીતે રાજ્યના ૮ જિલ્લા એવા છે જ્યાં મે મહિનાની સરખામણીએ જૂન મહિનામાં નોંધાયેલા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ, સાબરકાંઠા, મહીસાગર, બનાસકાંઠા, બોટાદ, દાહોદ, ગીર-સોમનાથ, દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩ જિલ્લા એવા પણ છે જ્યાં મે મહિનાની સરખામણીએ નહિવત કેસો વધ્યા છે. જેમાં છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી જિલ્લો છે. જ્યારે ડાંગમાં જૂન મહિનામાં ૨ કેસ નોંધાયા છે. તો તાપી જિલ્લામાં પણ જૂન મહિનામાં ૨ કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.