ઉમરપાડા તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે સુરત જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો જોવા મળ્યો હતો.ત્યારે જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેટલાક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જેને લઈને ખેડૂતોની ચિતામાં વધારો થયો છે.જેમાં તાલુકાના ગુલીઉમર,ખૌટારામપુરા,રાજનીવડ,વડગામ,ડોંગરીપાડા,કોલવાણ,મોટી દેવરૂપ ઉમરદા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જેના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આમ વરસાદ અને કરા પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.બીજીતરફ કમોસમી વરસાદ અને કરાને કારણે કેરી ઉપરાંત લીલી શાકભાજી અને બાગાયતી પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.