મોરબી નજીક આવેલ ઈવા સિન્થેટિક કારખાનામાં બ્લાસ્ટ થતાં બે લોકોનાં મોત

ગુજરાત
ગુજરાત

મોરબીમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યે આસપાસ બગથળા ગામ પાસે આવેલી ઈવા સિન્થેટિક નામનાં કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થવાની ઘટનાં સર્જાઈ હતી. આ બ્લાસ્ટમાં બે વ્યક્તિના કરુણ મોત થયાં હતાં.

કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થતાં કારખાનામાં ત્રણ વ્યક્તિઓ ફસાયા હતા. કારખાનામાં આગ લાગતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં ફાયરની ટીમ ઘટનાં સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા કારખાનાંમાંથી એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. હજુ પણ એક વ્યક્તિ અંદર હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર ટીમ ઇન્ડિયાનો આગ કાબુ કરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

આ ઘટનામાં ફાયર ટીમ દ્વારા વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (૪૦) નામના યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે અન્ય એક વ્યક્તિ નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા(૫૦) ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનામાં મોરબી પોલીસની ટીમ દ્વારા બચાવ માટે રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.