ભાજપ-કોંગ્રેસના પાટણ ઉમેદવાર વચ્ચે તૂતૂ મૈંમૈં….

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે. પરંતુ અપેક્ષા કરતાં ઓછુ મતદાન થયું છે જેથી રાજકીય પક્ષોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આગામી 5 પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે. હવે મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે. જેમા 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાનમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
બીજા તબક્કાના મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે. ત્યારે ગઈકાલ શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યે પ્રચાર પ્રસાર બંધ થયા પૂર્વે પાટણમાં ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય ઉમેદવારોએ શહેરમાં વારાફરતી શક્તિ પ્રદર્શન માટે રોડ શો કર્યાં હતા. જેમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ સામસામે આક્ષેપ કર્યા હતા. ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસની રેલીમાં ગુંડા અને અસામાજિક તત્ત્વો હતા.’ ત્યારે તેનો વળતો જવાબ આપતા કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે, ‘મારે કંઇ નથી કહેવું જનતા જવાબ આપશે, એમણે અમારી રેલીમાં ભીડ જોઈને માનસિક સ્થિતિ ગુમાવી છે તેઓ હાર જોતાં માનસિક સ્થિતિ ગુમાવતાં આવા ખોટા આક્ષેપ કરી રહ્યા છે.’
કોંગ્રેસના ધારાસભ્ય દાદાગીરી કરે છે: રાજુલ દેસાઈ
ગુજરાત વિધાનસભાની પાટણ બેઠક ભાજપના મહિલા ઉમેદવાર ડૉ. રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે અસમાજિક તત્ત્વો અને ગુંડાઓ લઈને નીકળી હતી. કોંગ્રેસની આ રેલીએ ખુલ્લી દાદાગીરીની પ્રતીતિ અમને કરાવી છે. કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના કાર્યકરો છેલ્લા કેટલાય દિવસથી ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે.
અમારી રેલીમાં પાટણના પ્રતિષ્ઠિત ડૉક્ટરો, વેપારીઓ હતા. : કિરીટ પટેલ
કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે વળતો પ્રહાર કરતાં કહ્યુ હતું કે, અમારી રેલીમાં જોડાયેલા લોકો પાટણના પ્રતિષ્ઠિત ડૉક્ટરો, વેપારીઓ હતા. પરંતુ તેમણે ભાજપ સામે આક્ષેપ કરતાં કહ્યું કે અમારી રેલીની સંખ્યા તેમનાં કરતાં ચારગણી વધારે હતી. જેથી તેઓ હાર જોઈ જતાં માનસિક સ્થિતિ ગુમાવી દીધી હોવાથી આવા આ નિવેદનો કર્યાં છે. હું આ બાબતે કંઈ કહેવા માંગતો નથી. જનતાનું અપમાન થયું હોય જનતા જવાબ આપશે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે ભાજપના ઉમેદવાર ભાન ભૂલ્યા હોઇ પાટણની જનતાને અસામાજિક તત્ત્વો કહ્યાં છે.
કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે ભાજપની રેલીને ફુલડાથી વધાવી
પાટણ શહેરના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અને ભાજપની રેલીઓ બ્રિજ ઉપર સામ સામે આવી જતાં કોંગ્રેસના ધારાસભ્યે ભાજપના ઉમેદવારની રેલીને ફુલડાથી વધાવી હતી. પરંતુ રોડ શો પૂર્ણ થયા બાદ ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસના ધારાસભ્ય પર દાદાગીરીના આક્ષેપ કર્યા છે.
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ત્રણેય રાજકીય પાર્ટીના ઉમેદવારોએ રોડ શો કર્યો
ગુજરાત વિધાનસભાની 5 પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી યોજાનાર છે. અને આ બેઠકો પર મતદાન વધારે થાય તે માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં શનિવારે પાટણમાં ત્રણેય રાજકીય પાર્ટીના ઉમેદવારોએ રોડ શો કરી જનતા પાસે મત મેળવવા પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ રાજકીય પક્ષોની મિટિંગોમાં આઈસક્રીમ, ભજિયા સહિતના નાસ્તાની પાર્ટીઓની જમાવટ જોવા મળતી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.