અમદાવાદ અને સુરતમાં સંક્રમણ બેકાબૂ : કેસના આંક નથી રહ્યાં ઘટી, રોજ નવા રેકોર્ડ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૦૫,૧૧૬ છે. હાલમાં એક્ટિવ કેસ ૧૪૭૩૨ છે જ્યારે ૯૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી ૩૨૫-ગ્રામ્યમાંથી ૨૮ એમ ૩૫૩ સાથે કુલ કેસનો આંક હવે ૪૯ હજારને પાર થઇને ૪૯૦૬૩ થઇ ગયો છે. અમદાવાદમાં છેલ્લા ૮ દિવસથી સતત ૩૦૦થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. સુરત શહેરમાં ૨૩૮-ગ્રામ્યમાં ૬૧ એમ ૨૯૯ સાથે કુલ કેસનો આંક હવે ૪૨૮૨૪ છે.

વડોદરા શહેરમાં ૧૨૭-ગ્રામ્યમાં ૪૦ સાથે ૧૬૭, રાજકોટ શહેરમાં ૯૫-ગ્રામ્યમાં ૪૪ સાથે ૧૩૯ નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૬ સાથે ગાંધીનગર, ૫૧ સાથે બનાસકાંઠા, ૪૯ સાથે પાટણ, ૪૩ સાથે મહેસાણા-જામનગર, ૩૭ સાથે આણંદ, ૩૫ સાથે ખેડા, ૩૨ સાથે ભરૃચ-પંચમહાલ, ૨૭ સાથે સુરેન્દ્રનગર, ૨૬ સાથે ભાવનગરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૧-સુરતમાંથી ૪ જ્યારે ગાંધીનગરમાંથી ૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદ૨૦૨૬, સુરતમાં ૮૯૨ જ્યારે ગાંધીનગરમાં ૧૦૦ છે. ગાંધીનગર હવે રાજ્યનો ચોથો એવો જિલ્લો છે જ્યાં કોરોનાથી ૧૦૦થી વધુના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૩૫૬-વડોદરામાંથી ૨૯૫-સુરતમાંથી ૧૯૪-રાજકોટમાંથી ૧૧૭ એમ રાજ્યભરમાંથી કુલ ૧૩૮૮ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૧,૮૬,૪૪૬ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે ૯૦.૯૦% છે. ગુજરાતમાં હાલ ૫,૦૯,૨૫૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૯૨૮૩ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૭૬,૨૦,૮૯૨ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.