રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 5ના ઘટના સ્થળે જ મોત, 2ને ઇજા

ગુજરાત
ગુજરાત

ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતા તે ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

ત્યારે બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને ફંગોળાઈને ડિવાઈડર ટપી ગઈ હતી અને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. ત્યારે સામેથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કારની ઉપરનો આખો ભાગ જ ઉખડી ગયો હતો. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના બનાવને લઈને 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ 108 મારફત ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.