આજથી સુરતમાં કોરોના મૃતકોના પરિજનોને રૂ.50 હજારની સહાય ચૂકવાશે

ગુજરાત
ગુજરાત

કોરોના મૃતકોના પરિવારજનોને રૂ.50 હજારની સહાય ચૂકવવાની પ્રકિયા 23મી નવેમ્બરથી શરૂ થઇ રહી છે. ત્યારે ફોર્મ વિતરણ,જમા કરવા તેમજ સહાય ચૂકવવાની પ્રકિયાના આયોજન અને અમલીકરણમાં એકસુત્રતા રહે તે માટે આજે જિલ્લા કલેકટરે બેઠક બોલાવીને સુચનાઓ આપી હતી. આ અંગે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ જે પરિવારમાંથી કોઇ સ્વજનનું કોરોનાને કારણે મૃત્યુ થયુ હોય તે પરિવાર વળતર મેળવવા માટે અરજી કરી શકશે. પરિવારજનોને તેમના વિસ્તારમાંથી ફોર્મ મળી રહે અને જમા કરી શકે તે માટે સુરત મનપા વિસ્તારની તમામ ઝોન ઓફિસો તેમજ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકાકક્ષાએ આવેલી મામલતદાર કચેરીઓમાંથી ફોર્મ મેળવીને જમા પણ કરી શકશે. આ તમામ જગ્યાએથી ફોર્મ ભેગા કરીને જિલ્લા કલેકટર કચેરીમાં રજુ કરવામાં આવશે. ત્યારબાદ કલેકટર કચેરીમાં અરજી ફોર્મ મળ્યાના ૩૦ દિવસમાં મૃતકના વારસદારના બેન્ક ખાતામાં રૂ.50 હજારનું વળતર જમા કરવામાં આવશે. આ સંદર્ભે આજે જિલ્લા કલેકટરના અધ્યસ્થાને પાલિકા,જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરીને મૃતકોના વારસદારોને તકલીફો નહીં પડે અને ફોર્મ ભરવાને લઇને એકસુત્રતા જળવાઇ રહે તે માટે સુચનાઓ અપાઇ હતી. અરજી ફોર્મ જિલ્લા કલેકટર અને પાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. કોરનાના મૃતકનો દાખલો જે તે જગ્યાએ મૃત્યુ થયુ હોય ત્યાંથી મેળવીને પોતાના વિસ્તાર કે મામલતદાર કચેરીમાં ફોર્મ સાથે જમા કરાવવાનો રહેશે.રાજય સરકાર દ્વારા જેમનું કોરોનામાં શંકાસ્પદ મૃત્યુ થયુ છે. તેમના પરિવારજનોને પણ રૃા.૫૦ હજાર સહાય મળે તે એમસીસીડી ઇસ્યુ કરવાનું નક્કી કર્યુ છે. આ સર્ટિફિકેટ આપવા માટે એક કમિટી બનાવી છે. જે કમિટી નક્કી કર્યા બાદ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા પછી વળતર મળી શકશે. જેના માટે કોરોનાના મૃતકોના વારસદારોએ આ પુરાવા રજુ કરવા પડશે જેમાં કોવીડ મૃતકના મરણનું પ્રમાણપત્ર, હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તો ફોર્મ – 4, અન્ય કિસ્સામાં મૃત્યુ થયુ હોય તો ફોર્મ -4 એ, આરટીપીસીઆર રિપોર્ટ, વારસદારની બેન્ક ખાતાની વિગત અને આધારકાર્ડ, એક જ વારસદાર હોય તો સાદા કાગળ પર ડેકલેરેશન, એકથી વધુ વારસદાર હોય તો અન્ય વારસદારની સંમતિ સાથેની એફીડેવીટ રજૂ કરવાના રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.