આજે ધોરણ-૧૦નું પરિણામ : લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : આજે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે એક મોટા ખુશખબર મળી રહ્યા છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા આપી હતી, તેના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આજે ધોરણ-૧૦નું પરિણામ જાહેર થશે. શિક્ષણ વિભાગ દ્વારા પણ વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ના મળે તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે શિક્ષણ વિભાગની વેબસાઈટ પરથી ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે.
ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ વહેલી સવારે ૮ વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ ુુખ્તજીહ્વ.િર્ખ્ત પર ઓનલાઈન પરિણામ જોઈ શકાશે. હા.. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામની તારીખ જાહેર કરાઈ છે, પરિણામ પછી માર્કશીટના વિતરણની તારીખ પછી જાહેર કરાશે.
અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ધોરણ ૧૦માં કુલ ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લાકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. ધોરણ -૧૦ અને સંસ્કૃત પ્રથમા માર્ચ-૨૦૨૦ ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.