આજે ગુજરાત યુનિવર્સિટીના 73મા સ્થાપના દિવસ નિમિત્તે કોલેજોમાં ઉજવણી થશે

ગુજરાત
ગુજરાત

આજે ગુજરાત યુનિવર્સિટીનો 73મો સ્થાપના દિવસ છે. જેની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓને આજે એક દિવસની જાહેર રજા આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 23 નવેમ્બર 1949ના રોજ થઈ હતી. યુનિવર્સીટીમાં સ્થાપના દિવસ નિમિતે અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. બીજીતરફ આવતીકાલથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે. આ માટે પરીક્ષા વિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં અનેક કોર્સ ચાલે છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે. કોરોના જેવી મહામારીની પરિસ્થિતિમાં પણ ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. 90 પૈકીના અનેક કોર્સ સૌપ્રથમ વખત ગુજરાત અને ભારતમાં ભણાવવામાં આવશે. આ 90 કોર્સમાંથી 20 કોર્સ કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે. જે આવનાર સમયમાં મદદરૂપ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.