આજે આપના કેજરીવાલની અમદાવાદમાં સભા યોજાશે

ગુજરાત
ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે.જેઓ દ્વારા અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ આજે અમદાવાદમાં મહિલાઓ સાથે સંવાદ કરશે અને કોઈ ગેરંટી પણ આપશે.આ સિવાય કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ અમદાવાદ આવશે.અરવિંદ કેજરીવાલ બપોરે 2 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે.ત્યારબાદ બપોરે 3 વાગ્યે વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ટાઉન હોલ કાર્યક્રમમાં ગેરંટી જાહેર કરશે.ટાઉનહોલ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદથી નીકળીને દિલ્હી જવા રવાના થશે.આમ આદમી પાર્ટીએ 10 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે.આમ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે.જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદ આવશે.જેઓ વિધાનસભાના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે.આ બેઠકમાં નિરીક્ષકો વિવિધ બેઠક પ્રમાણેનો અહેવાલ તૈયાર કરીને રજૂ કરશે.કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કરી લીધી છે.કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા છે.જેમાં છેલ્લી 3 ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ જલ્દી ઉમેદવાર જાહેર કરશે.ઉમેદવારનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.