પોરબંદર-સોમનાથ હાઈવે પર કાર પલટી જતા એક જ પરિવારના ત્રણ યુવાનોના મોત

ગુજરાત
ગુજરાત 305

પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે શુક્રવારે વહેલી સવારે ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મૃત્‍યુ થયા હતા. જયારે અન્ય બે શખ્‍સોને ઇજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજુરિયા ગામેથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્‍માતની પ્રાપ્‍ત વિગતો અનુસાર પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આજે શુક્રવારે વહેલી સવારે એક કાર ડીવાઇડર સાથે ટકરાતા ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખંભાળિયા તાલુકાનાં ખજુરિયા ગામે રહેતા પાંચ યુવાનો માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યાં હતા તે સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી જઇ ડીવાઇડર સાથે ટકરાઇ હતી. આ અકસ્‍માતમાં કિશન ચંદ્રાવાડીયા, મયુર ચંદ્રાવાડીયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડીયા નામના ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મૃત્‍યુ નિપજ્યા હતા. જયારે કારમાં સવાર અન્‍ય રાજુભાઇ ચંદ્રાવાડીયા અને વજશીભાઇ નંદાણીયાને ઇજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જેમાં રાજુ ચંદ્રાવાડીયા નામનાં યુવાનની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોની મદદ કરી હતી.

​​​​​​​ખંભાળિયાના ખજુરિયા ગામે રહેતો મયુર ચંદ્રાવાડીયા નામનો યુવાન શીલ નજીક આવેલા લોએજ ગામની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી તેનું સર્ટિફિકેટ લેવા માટે આ પાંચેય યુવાનો આજે વહેલી સવારે ચારેક વાગ્યે પોતાના ઘરેથી લોએજ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્‍તામાં અકસ્માતે કાર પલટી જતાં ત્રણ યુવાનો કાળનો કોળિયો બની ગયા હતાં. મૃતકો એક જ પરિવારનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્‍માતની જાણ થતાં ખજુરિયા ગામે રહેતા મૃતકોનાં પરિવારજનો પોરબંદર આવવા નીકળી ગયા છે. ત્રણ યુવાન પુત્રોના એેકીસાથે અકાળે થયેલા મૃત્‍યુના પગલે ચંદ્રાવાડીયા પરિવાર ઉપર આભ તુટી પડતા પરીવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. તેમજ નાના એવા ખજુરીયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.